1 જુલાઈ 2026થી ઘણા મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે.

આ કરદાતાઓ, બેન્ક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડ યુઝર્સ, પાસપોર્ટ અરજદારો અને આધાર કાર્ડ ધારકોને અસર કરશે.

નાણાકીય વર્ષ 2025-26 (મૂલ્યાંકન વર્ષ 2026-27) માટે ITR-1 અને ITR-2 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 છે.

સમયમર્યાદા સુધીમાં રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળતા પર દંડ થઈ શકે છે.

1 જુલાઈથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડમાં નોંધાયેલા ઈમેલ આઈડી અપડેટ કરવા માટે ₹75 ફી માફ કરી દીધી છે.

આ સુવિધા 1 જુલાઈથી 31 ડિસેમ્બર, 2026 સુધી સંપૂર્ણપણે મફત રહેશે.

SBI કાર્ડે PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર્પલ અને PhonePe SBI ક્રેડિટ કાર્ડ SELECT BLACK માટે રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે.

1 જુલાઈથી આ કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ મેળવવાની મર્યાદા રહેશે અને અમુક વધારાના ટ્રાન્જેક્શન હવે રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં.

1 જૂલાઈથી સામાન્ય અને તાત્કાલિક પાસપોર્ટ બંને માટેની ફી વધશે. વિદેશ મંત્રાલયે ભારત અને વિદેશમાં પાસપોર્ટ સેવાઓ માટે નવી ફી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.