ભારતના 28માંથી 9 રાજ્યોમાં કામ કરનારાઓને સૌથી વધુ સેલેરી મળે છે



ફોર્બસ એડવાઇઝરે ગ્લાસડોરને ટાંકીને એક રિપોર્ટમાં લખ્યું હતું કે ભારતમાં વાર્ષિક 9,45,489 રૂપિયાની સરેરાશ પગાર મળે છે



રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સ્ટેટિસ્ટાના ડેટા અનુસાર, સૌથી વધુ પગાર આપનાર રાજ્ય ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ અને મહારાષ્ટ્ર છે.



ઉત્તર પ્રદેશમા લોકોને સરેરાશ 20,730 રૂપિયા પગાર દર મહિને મળે છે જે અન્ય રાજ્યોની સરખામણીએ વધુ છે



બીજા નંબર પર પશ્વિમ બંગાળ છે જ્યાં 20,210 રૂપિયા અને મહારાષ્ટ્રમાં 20,110 રૂપિયા મહિને પગાર મળે છે



ગુજરાતમાં 18,880 રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવે છે



તે સિવાય લિસ્ટમાં બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક પણ છે



અહીં કામ કરનારાઓને 19 હજારથી વધુ પ્રતિ મહિને પગાર આપવામાં આવે છે



રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના સોલાપુર શહેરમા સૌથી વધુ 28,10,092 રૂપિયા વાર્ષિક પગાર મળે છે



ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર, ભારતમાં પુરુષોને મહિલાઓની સરખામણીમાં વાર્ષિક 4.3 લાખ રૂપિયા વધુ પગાર મળે છે.