EPFO માં ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, તમારે EPFOની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે.



આ પછી તમે કર્મચારીઓ માટે વિકલ્પ પસંદ કરો



આગળ UAN અથવા ઓનલાઈન સર્વિસ વિકલ્પ પર ક્લિક કરો.



આગળ UAN નંબર અને પાસવર્ડ દાખલ કરીને EPFO માં લોગીન કરો.



આગળ મેનેજ વિભાગ પર જાઓ અને ઈ-નોમિનેશન પર ક્લિક કરો.



તમારા નોમિનીનું નામ, ફોટો અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો અને સેવ બટન પર ક્લિક કરો.



ફેમિલીની વિગતો સાચવવા માટે, 'યસ' વિકલ્પ પર ક્લિક કરો.



જો તમે એક કરતા વધુ નોમિની ઉમેરવા માંગતા હો, તો Add New બટન પર ક્લિક કરો.



એક કરતા વધુ નોમિની ઉમેરવાના કિસ્સામાં, તમારે બધા નોમિનીનો હિસ્સો નક્કી કરવો જોઈએ. સેવ EPFO નોમિનેશન પર ક્લિક કરો.



છેલ્લે, OTP જનરેટ કરવા માટે ઈ-સાઇન પર ક્લિક કરો.



તમારા આધાર સાથે જોડાયેલા તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને ટાઈપ કરો અને પછી સબમિટ કરો.