કાન્સ 2022માં ટીવી અભિનેત્રી હિના ખાને તમામ લૂકને લોકોએ પસંદ કર્યા છે. હિના ખાન બોલિવૂડ એક્ટ્રેસને પણ પોતાની સ્ટાઈલથી ટક્કર આપે છે. હિના પોતાના ગ્લેમરસ લુકથી દુનિયાભરના લોકોના દિલ જીતી રહી છે. કાન્સ 2022 ફિલ્મ ફેસ્ટિવલમાંથી હિના ખાનનો વધુ એક લૂક સામે આવ્યો છે. ગોલ્ડન ઑફ શોલ્ડર બોડી ફીટ ડ્રેસમાં હિના ખાન ખૂબ સુંદર લાગી રહી છે. હિના ખાનનો આ લુક દરેકનો ફેવરિટ બની ગયો છે. ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે હિના ખાનના આ લુકની પ્રશંસા કરી છે. હિના ખાન તેની ફિલ્મ 'કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડ'નું પોસ્ટર લોન્ચ કરવા પહોંચી છે. આ ફિલ્મ રાહત કાઝમી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. All Photo Credit: Instagram