શુભમન ગિલે ફરીથી નંબર 1 વન-ડે બેટ્સમેનનું સ્થાન મેળવ્યું છે.

તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે.

ગિલ ગયા અઠવાડિયે મિશેલથી માત્ર એક રેટિંગ પોઈન્ટ પાછળ હતો

પરંતુ આ વખતે તેણે સાત પોઈન્ટનો ફાયદો મેળવીને નંબર 1 સ્થાન મેળવ્યું છે.

સતત ઉત્તમ પ્રદર્શને શુભમન ગિલને નંબર 1 સ્થાન પર પહોંચાડ્યો છે.

તેણે તેની છેલ્લી ચાર વન-ડે ઇનિંગ્સમાં બે અડધી સદી અને એક સદી ફટકારી છે.

ગિલે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચમાં સૌથી વધુ 188 રન બનાવ્યા છે.

શુભમન ગિલ 801 રેટિંગ પોઈન્ટ સાથે યાદીમાં ટોચ પર છે. ડેરિલ મિશેલ 794 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

વિરાટ કોહલી 767 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને રોહિત શર્મા 758 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.