ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક છે. તે તેની ફેશન સેન્સ અને સ્ટાઇલિશ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ નતાશાએ તેના લેટેસ્ટ સિઝલિંગ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના હોટ લુક્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નતાશાનું તાજેતરનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. નતાશા બોલિવૂડની સુંદરીઓને પણ બોલ્ડ એક્ટથી માત આપે છે. અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો. નતાશાએ અત્યંત કિલર લુક અને બોલ્ડ પોઝ આપતા ફોટા ક્લિક કર્યા છે. ખુલ્લા વાળને કર્લી લુક આપી અને ગ્લેમ મેકઅપ સાથે ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.