મુંબઈમાં ગુરુવારે દહીં હાંડી ઉત્સવનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો. જન્માષ્ટમી પર્વમાં હજારો હરિભક્તોએ ભાગ લીધો હતો. 'દહીં હાંડી' તોડવા માટે બહુ-સ્તરીય માનવ પિરામિડ રચાય છે. દહીં હાંડીઓને જાહેર સ્થળોએ કેટલાક ફૂટની ઊંચાઈએ લટકાવવામાં આવી હતી. રંગબેરંગી પોશાકમાં સજ્જ ગોવિંદા ટ્રક, ટેમ્પો અને બસમાં આ સ્થળોની મુલાકાત લે છે. તહેવારને લગતા લોકપ્રિય ગીતો અને બોલિવૂડ ગીતો શહેરના ખૂણે ખૂણે વગાડવામાં આવી રહ્યા છે. મરાઠી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તહેવારને લઈને વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસે તહેવાર દરમિયાન શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગોવિંદાની સારવાર માટે આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને ત્રણ શિફ્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે. હોસ્પિટલોને ઈન્જેક્શન, દવાઓ અને સર્જરીની સામગ્રી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.