ટીવીની જાણીતી અભિનેત્રી દલજીત કૌર આ દિવસોમાં પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહી છે.
બીજા લગ્ન પછી અભિનેત્રી તેના પુત્ર જેડેન અને પતિ નિખિલ પટેલ સાથે કાયમ માટે કેન્યા શિફ્ટ થઈ ગઈ છે.
એવું કહેવાય છે કે અભિનેત્રીના પતિ એક બિઝનેસમેન છે અને કામના કારણે તે દક્ષિણ આફ્રિકામાં રહે છે.
થોડા દિવસો પહેલા અભિનેત્રી દલજીત કૌરે તેના પતિ સાથેના ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં તેના 'પ્રાઉડ પેરેન્ટ્સ' કેપ્શન જોઈને લોકો તેની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવવા લાગ્યા હતા.
ટીવી એક્ટ્રેસ દલજીત કૌર તેના બીજા લગ્ન બાદ પતિ નિખિલ પટેલ અને બાળકો સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહી છે.
આપને જણાવી દઈએ કે અભિનેત્રીએ પહેલા લગ્ન બિગ બોસ સીઝન 16ની એક્સ કન્ટેસ્ટન્ટ શાલીન ભનોટ સાથે કર્યા હતા.
જોકે તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. શાલીન અને દિલજીતને એક પુત્ર પણ છે.આ દિવસોમાં અભિનેત્રી તેના પતિ નિખિલ અને પુત્ર જેડેન સાથે કાયમ માટે કેન્યા શિફ્ટ થઈ ગઈ છે.