આ વર્ષે હનુમાન જ્યંતિ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ છે. હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને કેવડાનું અત્તર ગુલાબના ફૂલમાં ચઢાવો. આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય છે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો. વ્યાપાર વધારવા માટે, હનુમાન જયંતિ પર બજરંગબલીને સિંદૂર રંગની લંગોટ ચઢાવો. હનુમાન જયંતિ પર મંદિરના ધાબા પર લાલ ધ્વજ લગાવવો શુભ છે, તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આર્થિક સમૃદ્ધિ માટે, હનુમાન જયંતિના દિવસે, એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલા તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખો. આ ઉપરાંત હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરો.