દિવ્યા ખોસલા કુમાર તેના શાનદાર અભિનય માટે જાણીતી છે દિવ્યા તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. તેણે વર્ષ 2004માં અભિનયની શરૂઆત કરી હતી. તેણે પોતાની મહેનત અને લગનથી એક સ્થાન હાંસલ કર્યું છે દિવ્યા ભણવામાં ઘણી હોશિયાર હતી બાળપણમાં તેની માતાએ તેને ફિલ્મ જોવાની પરવાનગી આપી ન હતી. દિવ્યાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે 'હની હની' ગીતથી કરી હતી. તેણીએ વર્ષ 2004માં ફિલ્મ અબ તુમ્હારે હવાલે વતન સાથિયોથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે શ્વેતા રાજીવ સિંહનું પાત્ર ભજવ્યું હતું. દિવ્યાએ 2017માં આશિષ પાંડાની શોર્ટ ફિલ્મ બુલબુલમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું.