મોટા ભાગના લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હોય છે જો તમે સેવિંગ એકાઉન્ટને બંધ કરાવવા માંગતા હો તો તેના માટે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે એચડીએફસી બેંકમાં 15 દિવસથી 12 મહિના સુધી એકાઉન્ટ બંધ કરાવવા પર 500 રૂપિયા ચાર્જ લાગશે, જે બાદ કોઈ ચાર્જ નહીં લાગે એસબીઆઈમાં 15 દિવસથી 1 વર્ષની અંદર સેવિંગ એકાઉન્ટ બંધ કરાવવા પર 500 રૂપિયા પ્લસ જીએસટી લાગે છે 31 દિવસથી 1 વર્ષ સુધી આઈસીઆઈસીઆઈ બેંક સેવિંગ એકાઉન્ટ બંધ કરવામાં આવે તો 500 રૂપિયા પ્લસ જીએસટી લાગે છે કેનરા બેંક 100 થી લઈ 200 પ્લસ જીએસટી ચાર્જ વસૂલે છે યસ બેંક પણ 30 દિવસથી 1 વર્ષની અંદર બેંક એકાઉન્ટ બંધ કરાવવા પર 500 રૂપિયાનો ચાર્જ લે છે પંજાબ એન્ડ સિંધ 15 દિવસથી 1 વર્ષમાં એકાઉન્ટ બંધ કરાવવા પર 300 રૂપિયાથી 500 રૂપિયા ચાર્જ વસૂલશે