ભારતના રાષ્ટ્રીય પ્રાણીનું નામ તમે જાણતા જ હશો વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે પરંતુ શું તમે ભારતના પડોશી દેશ ચીનના રાષ્ટ્રીય પ્રાણીનું નામ જાણો છો ચીનમાં એક નહીં બે રાષ્ટ્રીય પ્રાણી છે પહેલું છે જાયંટ પાંડા જે મુખ્યત્વે ચીનમાં જ મળી આવે છે પાંડા રીંછની જ એક પ્રજાતિ છે આંતરરાષ્ટ્રીય સ્તરે પાંડાને ચીનના રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે બીજું રાષ્ટ્રીય જાનવર ડ્રેગન છે ડ્રેગન એક કાલ્પનિક જાનવર છે