લિયાકત અલી પાકિસ્તાનના પ્રથમ પીએમ હતા

પાકના પીએમ બનતા પહેલા તેઓ ભારતના નાણા મંત્રી હતા

લિયાકત અલીએ આઝાદી અને ભાગલા દરમિયાન હિન્દુ-મુસ્લિમ સંબંધોને લઈ અહમ ભૂમિકા ભજવી હતી

આઝાદી પહેલા ભારતીયોની વચગાળાની સરકાર બની હતી

જેમાં લિયાકત અલીને નાણા મંત્રી બનાવાયા હતા

આઝાદી પહેલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગની મિશ્ર સરકાર હતી લિયાકત અલી જિન્ના બાદ મુસ્લિમ લીગના સૌથી મોટા નેતા હતા

આ રીતે લિયાકત અલીએ 2 ફેબ્રુઆરી, 1946માં દેશનું બજેટ રજૂ કર્યુ હતું

1947માં દેશના ભાગલા બાદ તેઓ પાકિસ્તાનના પ્રથમ પીએમ બન્યા

લિયાકત અલીએ 1951માં પાક.ના રાવલપિંડીમાં
એક સભાને સંબોધતા હતા ત્યારે


તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી