CUET UG 2026ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે.

જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર પોતાની અરજીઓ પૂર્ણ કરી શક્યા ન હતા તેમને હવે બીજી તક આપવામાં આવી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET UG 2026 માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે, જેનાથી લાખો વિદ્યાર્થીઓને રાહત મળી છે.

NTA એ અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારો હવે 4 ફેબ્રુઆરી, 2026 રાત્રે 11:50 વાગ્યા સુધી CUET UG 2026 ફોર્મ ભરી શકે છે.

આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને ફાયદો થશે જેઓ ટેકનિકલ સમસ્યાઓ, પેમેન્ટ ફેલ અથવા અન્ય મુશ્કેલીઓને કારણે સમયસર અરજી કરી શક્યા ન હતા.

ઓનલાઈન અરજીઓ માટેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે. આ પછી વિદ્યાર્થીઓ પાસે 7 ફેબ્રુઆરી, 2026 સુધી અરજી ફી સબમિટ કરવાનો સમય રહેશે.

અરજીઓમાં સુધારા કરવા માટે કરેક્શન વિન્ડો 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી, 2026 સુધી ઓપન રહેશે. પરીક્ષા મે 2026માં યોજાશે તેવી શક્યતા છે.

NTA એ વિદ્યાર્થીઓને છેલ્લી ઘડી સુધી રાહ ન જોવા અને સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે.

પ્રથમ સત્તાવાર CUET UG વેબસાઇટની મુલાકાત લો. CUET UG 2026 Registration પર ક્લિક કરો.

નવા રજિસ્ટ્રેશન માટે તમારું ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબર દાખલ કરો.લોગ ઇન કર્યા પછી જરૂરી માહિતી ભરો.

જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. પછી અરજી ફી ઓનલાઈન ચૂકવો.ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને તેને સુરક્ષિત રાખી લો