સાઉથ એક્ટર અર્જુન સરજાની દીકરી અને એક્ટ્રેસ ઐશ્વર્યા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ હવે તેના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઐશ્વર્યા અર્જુને તેના પાર્ટનર ઉમાપતિ રામૈયા સાથે 10 જૂન, 2024ના રોજ લગ્ન કર્યા હતા આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઐશ્વર્યા અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. લાલ ડ્રેસ પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. લગ્નની તસ્વીરોમાં ઐશ્વર્યા પણ તેના પતિ સાથે ખૂબ જ મસ્તી કરતી જોઈ શકાય છે પીએમ મોદી સાથે ઐશ્વર્યા ઐશ્વર્યાએ તેના ડી-ડે માટે લાલ રંગની સિલ્ક સાડી પસંદ કરી હતી ભારે જ્વેલરી, કપાળ પર પટ્ટી અને કપાળ પર લાલ બિંદી પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.