વેધિકા કુમાર બોલિવૂડમાં ઓળખ બનાવવા હજુ સંઘર્ષ કરી રહી છે વેધિકા કુમાર સાઉથનો જાણીતો ચહેરો છે. ફિલ્મોમાં આવતા પહેલા વેધિકા મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ હતી. ગ્લેમરસ સ્ટાઈલ ધરાવતી વેધિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના ઉત્તમ દેખાવ માટે પણ ઘણી ફેમસ છે. અત્યાર સુધી વેધિકાએ 20 થી વધુ સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ 'ધ બોડી' તેની બોલિવૂડમાં પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે ઇમરાન હાશ્મી સાથે જોવા મળી છે. વર્ષ 2006માં વેધિકાએ તમિલ ફિલ્મ 'મદ્રાસી'થી ડેબ્યૂ કર્યું હતું. વેધિકા કુમારે મલયાલમ, કન્નડ અને તેલુગુમાં પણ કામ કર્યું છે. All Photo Credit: Instagram