અનુપમા સિરિયલમાં અલીશા પરવીનનું સ્થાન કઈ નવી અભિનેત્રી લેશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે અલીશા પરવીન અનુપમાની દીકરી રાહીની ભૂમિકા ભજવી રહી હતી. અલીશા રાહીનું પાત્ર ભજવતી હતી અને હવે શોમાં તેની જગ્યાએ બીજી અભિનેત્રી જોવા મળશે. હવે અદ્રિજા રોય અનુપમામાં રાહીના રોલમાં જોવા મળશે. જોકે મેકર્સે તેની પુષ્ટી કરી નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. અદ્રિજા બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. વર્ષ 2016માં અભિનેત્રીએ બંગાળી શો બેદીની મોલુઆર કોથાથી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી વર્ષ 2023માં અભિનેત્રીએ હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું અને ટીવી સિરિયલ ઇમલીમાં કામ કર્યું હતું. 'અનુપમા' છેલ્લા ચાર વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. All Photo Credit: Instagram