‘પુષ્પા’ ફિલ્મ માટે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્ના મેકર્સની પ્રથમ પસંદ નહોતા. પાંચ ડિસેમ્બરના રોજ અલ્લુ અર્જુનની નવી ફિલ્મ ‘પુષ્પા-2’ રીલિઝ થઇ છે પુષ્પા-2ની રીલિઝ દરમિયાન ફિલ્મના પ્રથમ પાર્ટને લઇને એક સમાચાર ચર્ચામાં છે કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની ત્રણ મુખ્ય ભૂમિકા પ્રથમ પસંદ નહોતા. અહી વાત અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્ના અને ફહાદ ફાજિલની થઇ રહી છે હિંદુસ્તાન ટાઇમ્સના મતે-આ ત્રણેય મેકર્સની પ્રથમ પસંદ નહોતા. ડાયરેક્ટર ઇચ્છતા હતા કે પુષ્પા રાજનો રોલ મહેશ બાબૂ કરે પરંતુ તેણે ફોન કરવાની ના પાડી જ્યારે અલ્લુ અર્જુને આ ભૂમિકા નિભાવી તો લોકો તેને પુષ્પા નામથી જ બોલાવા લાગ્યા આ ફિલ્મએ અલ્લુ અર્જુનને ઇન્ટરનેશનલ લેવલ પર ઓળખ અપાવી છે જ્યારે રશ્મિકાના સ્થાન પર સામંથાને રોલ ઓફર થયો હતો ફહાદ ફાજિલનો રોલ વિજય સેતુપતિને ઓફર થયો હતો પરતુ તેણે રિજેક્ટ કર્યો હતો 2021માં આવેલી ફિલ્મ પુષ્પા-1એ વર્લ્ડવાઇડ 1100 કરોડથી વધુની કમાણી કરી હતી હવે પુષ્પા-2થી મેકર્સને બંપર ઓપનિંગની આશા છે.