પંજાબી ફિલ્મોની અભિનેત્રી સોનમ બાજવા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.
પરંતુ આ વખતે અભિનેત્રી એક ખાસ કારણથી લાઈમલાઈટમાં આવી છે.
સોનમ બાજવા શાનદાર લૂકના કારણે ચર્ચામાં આવી છે.
સોનમ બાજવાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે
ઉત્તરાખંડમાં 16 ઓગસ્ટ 1989ના રોજ જન્મેલી સોનમે એર હોસ્ટેસ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મોમાં પ્રવેશતા પહેલા સોનમ 2012 ફેમિના મિસ ઇન્ડિયામાં ફાઇનલિસ્ટ હતી.
અભિનેત્રીએ 2013માં ગીપ્પી ગ્રેવાલની સામે પંજાબી ફિલ્મ બેસ્ટ ઓફ લક સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
જો કે તે મોટાભાગે પંજાબી ફિલ્મોમાં જોવા મળી છે.
પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
તેના ફોટોશૂટ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.