ટીવી એક્ટ્રેસ દીપ્તિ સાધવાનીએ તેની ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી છે. તેણે 6 મહિનામાં 17 કિલો વજન ઘટાડીને ચાહકોને ચોંકાવી દીધા છે. વજન ઘટાડવાની સાથે દિપ્તીએ પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપ્યું હતું. દિપ્તીએ તેના વજન ઘટાડવા વિશે કહ્યું - તે સરળ નહોતું. એવા ઘણા દિવસો આવ્યા જ્યારે મને છોડવાનું મન થયું. દિપ્તીએ પોતાના રૂટિન વિશે જણાવ્યું હતું તેણે કહ્યું કે 'મેં ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ બંધ કરી દીધા હતા. તેણે જણાવ્યું કે તે યોગા, બોક્સિંગ અને સ્વિમિંગ કરતી હતી. દિપ્તી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ છે. દિપ્તી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે જાણીતી છે. તેણે Hasya Samrat માં પણ કામ કર્યું છે. તે બે ફિલ્મો પણ કરી ચૂકી છે. All Photo Credit: Instagram