તાજેતરમાં જ 'પુષ્પા 2: ધ રૂલ'નું આઇટમ નંબર 'કિસિક' વાયરલ થઈ રહ્યું છે. આ ડાન્સ નંબરમાં શ્રીલીલા અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રી ખૂબ શાનદાર લાગી રહી છે પુષ્પા ફિલ્મના પ્રથમ પાર્ટમાં સમંથા રુથ પ્રભુનું આઇટમ નંબર Oo Antava જબરદસ્ત હિટ રહ્યું હતું પુષ્પા 2માં સામંથાનું સ્થાન એક્ટ્રેસ શ્રીલીલાએ લીધું છે. શ્રીલીલાએ સામંથાથી ઓછી ફી મળી હોવાની અફવાઓ વિશે પણ વાત કરી હતી શ્રીલીલાએ કહ્યું, અમે હજુ સુધી નિર્માતાઓ સાથે ફી અંગે ચર્ચા પણ કરી નથી. એવા અહેવાલો છે કે શ્રીલીલાને ગીત માટે 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે જ્યારે સામંથાને 'પુષ્પા પાર્ટ 1'માં આઈટમ સોંગ માટે 5 કરોડ રૂપિયા મળ્યા હોવાના અહેવાલ છે સુકુમાર દ્વારા નિર્દેશિત સિક્વલમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર, 2024ના રોજ રીલિઝ થઈ રહી છે.