સુરતમાં આજે બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. જેમાં હનુમાનની મહાકાય ગદા આકર્ષણનું કેન્દ્ર બની છે. હનુમાન જ્યોત યાત્રા અંતર્ગત મહાકાય ગદા બનાવવામાં આવી છે. લોકો હનુમાન ગદા જોઈ અભિભૂત થઈ રહ્યા છે. સુરતમાં બાગેશ્વર દરબાર જ્યાં યોજાવાનો છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. કાર્યક્રમ સ્થળ પર આ ગદા આકર્ષણનું કેન્દ્ર બની છે આકાશમાંથી ગરમી વરસી રહી છે છતાં લોકો ગ્રાઉન્ડ પર અડગ છે બાબાના સંગતમાં છીએ એટલે ગરમી લાગતી નથી તેમ શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે