નાના બાળકને જરૂરિયાત વગર સ્માર્ટફોન આપવાનું ટાળવું જોઈએ.

જરૂરિયાત હોય તો 10થી 12 વર્ષની ઉંમરે બાળકને મર્યાદિત રીતે ફોનનો ઉપયોગ કરાવી શકાય

બાળકને પહેલો ફોન આપતી વખતે સ્માર્ટફોનની જગ્યાએ સામાન્ય ફોનથી શરૂઆત કરવી વધુ યોગ્ય હોઈ શકે છે.

બાળક દિવસમાં કેટલો સમય ફોનનો ઉપયોગ કરશે તે પહેલેથી જ નક્કી કરી દો

બાળકને અજાણ્યા લોકો સાથે વાતચીત અને શંકાસ્પદ લિંક્સથી સાવચેત રહેવાનું શીખવો.

ભણતી વખતે ફોન પાસે રાખવાથી બાળકનું ધ્યાન વારંવાર મોબાઇલ તરફ જઈ શકે છે.

બાળકને ઊંઘતા પહેલાં તરત જ ફોનનો ઉપયોગ કરવાની આદત ન પાડો.

બાળક ફોન પર કઈ સામગ્રી જોઈ રહ્યું છે અને કેટલો સમય વિતાવી રહ્યું છે તેના પર નજર રાખો.

બાળકની ઉંમર, સમજણ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ તેને ફોન આપવાનો નિર્ણય લેવો જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે