ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય છે

આ સમયે AC નો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે અને ઘરનું તાપમાન પણ અનુકૂળ રહે છે

ચોમાસાની ઋતુમાં જ્યારે હવામાં ભેજ વધારે હોય ત્યારે AC ને 'Dry Mode' પર ચલાવવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ડ્રાય મોડ પર AC ચલાવવાથી તે રૂમની અંદર રહેલા ભેજને ખેંચી લે છે, જેથી બફારો દૂર થાય છે.

ડ્રાય મોડમાં AC એક ડિહ્યુમિડિફાયર તરીકે કામ કરે છે, જે રૂમમાં કૂલિંગ કરવાની સાથે-સાથે ભેજનું પ્રમાણ પણ ઓછું કરે છે.

કૂલ મોડની સરખામણીએ ડ્રાય મોડમાં AC નો કોમ્પ્રેસર ઓછો ઉપયોગ થાય છે, જેનાથી વીજળીનું બિલ ઓછું આવે છે.

ચોમાસામાં AC નું તાપમાન 24°C થી 26°C ની વચ્ચે રાખવું જોઈએ, જે કમ્ફર્ટેબલ અને એનર્જી સેવિંગ કહી શકાય

ડ્રાય મોડ ચાલુ કરતી વખતે ફેનની સ્પીડ ઓટો અથવા લો પર રાખવી જેથી હવામાંથી ભેજ ઝડપથી દૂર થઈ શકે.

જો ખૂબ વધારે ગરમી હોય તો જ કૂલ મોડ વાપરવો

ચોમાસામાં ભેજના કારણે AC ના ફિલ્ટરમાં ધૂળ અને બેક્ટેરિયા જલ્દી જામી જાય છે, તેથી ફિલ્ટર સમયાંતરે સાફ કરતા રહેવું