ગુજરાતી એક્ટ્રેસ હેલી શાહ પોતાની ફેશન સેન્સથી ફેન્સના દિલ પર રાજ કરે છે. હેલી શાહે બહુ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. હેલી શાહની સ્ટાઇલ સ્ટેટમેન્ટ કમાલની છે. હેલી શાહની લેટેસ્ટ તસવીરો પણ તેની ફેશન સેન્સને સારી રીતે ડિફાઇન કરે છે એક્ટ્રેસે પોતાના ઓલ બ્લૂ લૂકમાં સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ‘ઇશ્ક મે મરજાવાં 2’ ફેમ હેલી શાહ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021થી ડેબ્યૂ કરી ચૂકી છે તેની ફિલ્મ ‘જિબાહ’ (Zibah)ને ઓસ્કાર માટે ક્વૉલિફાય કરવામાં આવી છે. હેલી શાહની આ તસવીરો પર ફેન્સ પોતાના દિલ હારી બેઠા છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ