અભિનેત્રી નોરા ફતેહી આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. નોરાનો જન્મ 6 ફેબ્રુઆરી, 1992ના રોજ કેનેડામાં થયો હતો. નોરા માત્ર 5000 રૂપિયા લઈને ભારત આવી હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે ભારત આવવું અને કેનેડા છોડવું તેના માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો ભારત આવ્યા બાદ તેને એક એજન્સીમાં નોકરી મળી હતી જ્યાંથી તેને દર મહિને 12,000 રૂપિયા મળતા હતા. 2022માં ડાન્સિંગ સેન્સેશન નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે. રિપોર્ટ્સ અનુસાર, નોરા એક પરફોર્મન્સ માટે 40 થી 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે સોશિયલ મીડિયા પર જાહેરાતો શેર કરવા માટે 5 થી 7 લાખ રૂપિયા લે છે. રિપોર્ટ્સ અનુસાર નોરાએ ગુરુ રંધાવાના ગીત 'નચ મેરી રાની' માટે 45 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)