હાર્દિકની સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા પણ મુંબઈની ટીમનો ભાગ હતો. હાર્દિક લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. IPLમાં મુંબઈ માટે હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા નવા લુકમાં જોવા મળ્યો છે મેદાન પર પાછા ફરવા માટે હાર્દિકે ઘણો સમય જીમ અને ટ્રેનિંગમાં વિતાવ્યો હતો. હાર્દિક પંડ્યા ઈજા બાદ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરશે. જર્સી લોન્ચ કર્યા બાદ હાર્દિક કોચ આશિષ નેહરા અને સ્ટાફ સાથે જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સે હાર્દિકને IPL 2022 માટે કેપ્ટન બનાવ્યો છે. હાર્દિકે ગળામાં ચેન અને હાથમાં સ્ટાઇલિશ ઘડિયાળ પહેરેલી જોવા મળી હતી. પંડ્યા સફેદ સ્નીકર્સ અને બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો.