સંતરામાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.

વિટામિન સી ઇમ્યૂનિટી વધારવામાં મદદગાર છે.

સંતરા આંખની જ્યોતિ વધારવામાં ફાયદાકારક છે. તેમાં સમાયેલ વિટામિન સી આંખ સંબંધી સામાન્ય તકલીફોને ઓછું કરવાનું કામ કરે છે.

સંતરાનું જ્યૂસ વજનને નિયંત્રિત કરવામાં મદદગાર છે

પ્રતિદિન એક ગ્લાસ સંતરાના રસનું સેવન કરવાથી પથરીના જોખમથી બચી શકાય છે.

સંતરામાં ફાઇબર પ્રચુર માત્રામાં સમાયેલું છે. આ ફાઇબર શરીરમાંના કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

સંતરામાં ફ્લેવોનોઇડસ તેમજ પેક્ટિન જેવા આવશ્યક તત્વો સમાયેલા હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણાં રાખવામાં ઉપયોગી છે.

સંતરા ફાબિરનો સારો સ્ત્રોત માનવામાં આવતો હોવાથી સંશોધનના અનુસાર, ફાઇબર, કોલન કેન્સરમાં લડવામાં સહાયક હોય છે.

ટાઇપ ટુ ડાયાબિટીસ ધરાવનારા માટે સંતરાનું સેવન ગુણકારી છે.

સંતરાની છાલનો ફેસમાસ્ક પણ ત્વચા માટે ફાયદાકારક છે.