ડિનર કર્યા પછી વોક કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે

Published by: gujarati.abplive.com

ભોજન પછી 10 મિનિટ ચાલવાથી બ્લડ શુગર લેવલ 30% સુધી ઘટી શકે છે

જેના કારણે ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ડાયાબિટીસનો જોખમ ઓછો થાય છે

ભોજન કર્યા પછી 10 મિનિટ ચાલવાથી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે

જેમને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (IBS) અથવા વારંવાર પેટ ફૂલવાની તકલીફ હોય, તેમને પણ આ વોકથી લાભ મળે છે

ભોજન પછી શરીરમાં ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધે છે, જે હાર્ટના હેલ્થ માટે નુકસાનકારક છે

પરંતુ વોક કરવાથી શરીર આ ફેટને એનર્જીમાં ફેરવે છે અને ધમનીઓમાં થતો ચરબીનો જમાવ ઓછો કરે છે

નિયમિત રીતે ભોજન પછી ચાલતા લોકોનું કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ વધુ સારું રહે છે

ભોજન પછી વોક કરવાથી મન અને શરીર પર આરામદાયક અસર થાય છે

જેના કારણે ઊંઘની ગુણવત્તા સુધરે છે અને ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.