આપણી લાઈફસ્ટાઈલમાં કેટલીક એવી આદતો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે.



આ આદતો બદલીને તમે લાંબા સમય સુધી પોતાને ફિટ રાખી શકો છો.



તમે શરીરને ઉર્જાવાન બનાવી શકો છો અને મનને શાંતિ આપી શકો છો.



નિષ્ણાંતોના મતે બપોરના ભોજન પછી ક્યારેય ચા કે કોફી ન પીવી જોઈએ.



તેમના મતે, કેફીન અને ટેનીન તમારા શરીરમાં કલાકો સુધી રહે છે.



સવારે ચા કે કોફી પીવી ઠીક છે, પરંતુ સાંજે કે રાત્રે ચા કે કોફી પીવાથી ઊંઘ ખરાબ થઈ શકે છે અને થાક વધી શકે છે.



જો તમે ક્યારેય ભોજનની વચ્ચે નાસ્તો કરો છો તો આ આદત ખોટી છે.



તમારું વજન વધવા, મૂડ સ્વિંગ અને ઇન્સ્યુલિન પ્રતિકારનું જોખમ પણ વધી જાય છે.



પ્રોસેસ્ડ, પેકેજ્ડ ફૂડ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો