કિડની આપણા શરીરમાંથી ઝેરી કચરો અને વધારાનું પાણી બહાર કાઢવાનું અતિ મહત્વનું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ, આપણી જ કેટલીક રોજિંદી ખરાબ આદતો ધીમે-ધીમે કિડનીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

ઓછું પાણી પીવું: પૂરતું પાણી ન પીવાથી શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે અને પથરીનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતું મીઠું (Salt): ખોરાકમાં વધુ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે, જે કિડનીની નસોને ડેમેજ કરે છે.

Published by: gujarati.abplive.com

પેઇનકિલરનો ઉપયોગ: ડૉક્ટરની સલાહ વિના વારંવાર દુખાવાની દવાઓ લેવાથી કિડનીની ફિલ્ટર ક્ષમતા ઘટે છે.

Published by: gujarati.abplive.com

પેશાબ રોકી રાખવો: લાંબા સમય સુધી પેશાબ રોકવાથી બેક્ટેરિયા વધે છે અને યુરિન ઇન્ફેક્શન (UTI) થાય છે.

Published by: gujarati.abplive.com

આ યુરિન ઇન્ફેક્શન વારંવાર થવાથી તે સીધું કિડની સુધી પહોંચે છે અને ગંભીર બીમારીઓ નોતરે છે.

Published by: gujarati.abplive.com

જંક ફૂડ અને ગળપણ: વધુ પડતું પ્રોસેસ્ડ અને તળેલું ખાવાથી શરીરમાં ડાયાબિટીસ અને સ્થૂળતા આવે છે.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ સુગર અને સ્થૂળતા લાંબા ગાળે 'ક્રોનિક કિડની ડિસીઝ' (CKD) માટે સૌથી વધુ જવાબદાર બને છે.

Published by: gujarati.abplive.com

કિડનીને સ્વસ્થ રાખવા પૂરતું પાણી પીવો અને કોઈપણ શારીરિક તકલીફમાં નિષ્ણાત ડૉક્ટરની જ સલાહ લો.

Published by: gujarati.abplive.com