શરીરમાં વિટામિન-ડીની ઉણપ ખૂબ જ ખતરનાક બની શકે છે.



તેની ઉણપને કારણે હાડકાં નબળા પડવા, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને મૂડ સ્વિંગ જેવા લક્ષણો જોવા મળે છે.



જોકે, સૂર્યપ્રકાશ અને યોગ્ય ડાયટની મદદથી વિટામિન-ડીની ઉણપ સરળતાથી દૂર કરી શકાય છે.



માછલી ખાસ કરીને સૅલ્મોન, ટ્યૂના, મેકરેલ અને સાર્ડિન જેવી માછલી વિટામિન-ડીનો ઉત્તમ સ્ત્રોત છે.



સૅલ્મોન માછલી ખાવાથી વિટામિન-ડીની ઉણપ પૂરી કરી શકાય છે. વિટામિન ડી કુદરતી રીતે ઈંડાની જરદીમાં જોવા મળે છે.



મોટા ઈંડાના જરદીમાં લગભગ 40-50 IU વિટામિન D હોય છે.



ગાયના દૂધ અને કેટલાક ડેરી ઉત્પાદનોમાં વિટામિન D કુદરતી રીતે જોવા મળે છે.



દહીં, ચીઝ અને માખણ જેવા ડેરી ઉત્પાદનો પણ વિટામિન Dના સારા સ્ત્રોત હોઈ શકે છે.



મશરૂમ્સ વિટામિન Dનો સ્ત્રોત છે.



ઘણા અનાજ, ઓટમીલ અને ફળોના જ્યુસ વિટામિન ડીથી ભરપૂર હોય છે



વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે સૂર્યપ્રકાશમાં સમય વિતાવવો પણ મહત્વપૂર્ણ છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો