હૃદયરોગ ફક્ત વૃદ્ધો સુધી મર્યાદિત નથી, પરંતુ લોકો 30 વર્ષની ઉંમર પહેલા જ હૃદયરોગના હુમલા જેવા ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.



આ પાંચ બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો.



ચાલવું, યોગ કરવા જોઇએ. શરીરને એક્ટિવ રાખવાથી બ્લડ સર્કુલેશન સુધરે છે



હૃદય મજબૂત બને છે. દરરોજ 30 મિનિટની કસરત કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તણાવથી પણ રાહત આપે છે.



સતત તણાવ હૃદય પર વધુ પડતું દબાણ લાવે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.



તેથી 15 મિનિટ ધ્યાન અથવા શ્વાસ લેવાની કસરત એ તણાવ દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે.



તેલ, ઘી, ખાંડ અને મીઠાથી ભરપૂર ફાસ્ટ ફૂડ હૃદય માટે ઝેર જેવું છે.



તેના બદલે તમારા ડાયટમાં ફળો, લીલા શાકભાજી, ઓટ્સ, બદામ અને ઓછી ચરબીવાળા પ્રોટીનનો સમાવેશ કરો.



આ તમારા હૃદયની ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને પણ સંતુલિત રાખે છે.



અપૂરતી ઊંઘ હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને તણાવનું સ્તર વધારી શકે છે.



તેથી ઓછામાં ઓછા 7 કલાક સૂવું મહત્વપૂર્ણ છે. સારી ઊંઘ તમારા હૃદયને ફરીથી રિચાર્જ કરવાનું કામ કરે છે.



ધૂમ્રપાન અને વધુ પડતું દારૂ હૃદયની ધમનીઓને સંકુચિત કરે છે, જે હૃદયરોગના હુમલાનું જોખમ અનેકગણું વધારે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો