વિટામિન A એ એક આવશ્યક પોષક તત્વ છે

વિટામિન Aની ઉણપથી આંખોની સમસ્યાઓ, વારંવાર ચેપ અને શુષ્ક ત્વચા સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ખાસ કરીને વિટામિન Aની ઉણપનું જોખમ ધરાવે છે.

પોષણની ઉણપ અને નબળી જીવનશૈલી પણ મુખ્ય પરિબળો હોઈ શકે છે

તેથી વિટામિન Aનું પૂરતું સેવન કરીને સ્વસ્થ શરીર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નિષ્ણાંતોના મતે સૌથી સામાન્ય લક્ષણ ખરાબ દૃષ્ટિ છે. વધુમાં આંખોમાં શુષ્કતા અને બળતરા પણ અનુભવી શકાય છે.

વારંવાર શરદી અને ખાંસી અથવા ચેપ પણ નબળી રોગપ્રતિકારક શક્તિનું સંકેત હોઈ શકે છે.

ગાજર, શક્કરીયા, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન Aના સારા સ્ત્રોત માનવામાં આવે છે.

દૂધ, ઈંડા અને માછલી પણ ફાયદાકારક છે.સમયસર ભોજન લો. જંક ફૂડ ટાળો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો