રોગપ્રતિકારક શક્તિથી લઈને પાચન સુધી, અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ધાણાનું પાણી.
લીલા ધાણા માત્ર સ્વાદ જ નહીં, પરંતુ અનેક સ્વાસ્થ્ય ગુણોનો ભંડાર છે.
તેમાંથી બનતું ધાણાનું પાણી ઉનાળામાં પીવા માટે અમૃત સમાન છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ધાણાના પાણીમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ, વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
લીલા ધાણાનું પાણી પેટ માટે ઉત્તમ છે અને તે પેટને ઠંડક આપે છે.
કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તે અકસીર ઉપાય છે.
વિટામિન સીથી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરદી-ખાંસીથી બચાવે છે.
તે શરીરમાં ચેપ લાગવાનું જોખમ ઘટાડે છે અને એક ઉત્તમ ડિટોક્સ પીણું પણ છે, જે પેટની ગંદકી સાફ કરે છે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, ધાણાનું પાણી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
આમ, લીલા ધાણાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે.