ડાયાબિટીસ એક ધીમી બીમારી છે, જેના શરૂઆતના લક્ષણો ઘણીવાર પગમાં જોવા મળે છે, જેને અવગણવા ન જોઈએ.



પગ સુન્ન થવા: પગના તળિયામાં વારંવાર કળતર થવી કે સોય ભોંકાતી હોય તેવું લાગવું એ નર્વ ડેમેજનો સંકેત છે.



પગમાં બળતરા: ખાસ કરીને રાત્રે પગના તળિયામાં સળગતી આગ જેવી બળતરા થવી એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે.



ઘા ન રૂઝાવો: પગમાં થયેલો નાનો ઘા પણ જો રૂઝાવામાં સામાન્ય કરતાં વધુ સમય લે, તો તે ચિંતાનો વિષય છે.



ઠંડા પગ: ગરમીની ઋતુમાં પણ જો તમારા પગ સતત ઠંડા રહેતા હોય, તો તે ખરાબ બ્લડ સર્ક્યુલેશનનો સંકેત હોઈ શકે છે.



ચામડીમાં ફેરફાર: પગની ચામડી શુષ્ક થવી, ખંજવાળ આવવી અથવા તેનો રંગ પીળાશ પડતો થવા લાગે છે.



ચાલવામાં દુખાવો: થોડું ચાલવા પર પગ, એડી કે સાંધામાં દુખાવો થવો અને આરામ કરવાથી મટી જવો.



નખમાં ફેરફાર: પગના નખ જાડા, પીળા કે ભૂરા રંગના થઈ શકે છે, અને તેમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધે છે.



આ લક્ષણો લોહીમાં સુગરનું સ્તર વધવાને કારણે નસો અને રક્તવાહિનીઓને થતા નુકસાનને કારણે દેખાય છે.



જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ જણાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી બ્લડ સુગરની તપાસ કરાવવી હિતાવહ છે.