ફણગાવેલા કઠોળને પોષણનો પાવરહાઉસ ગણવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.

કઠોળને ફણગાવવાથી તેમાં વિટામિન C, વિટામિન A અને એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધે છે

ફણગાવેલા કઠોળ પચવામાં ખૂબ હળવા હોય છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે

તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

શાકાહારી લોકો માટે ફણગાવેલા મગ, ચણા કે મઠ પ્રોટીન મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે

વિટામિન C થી ભરપૂર હોવાને કારણે તે શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે

તેના સેવનથી ત્વચા પર કુદરતી ગ્લો આવે છે અને વાળ ખરવાની સમસ્યા ઘટે છે.

સવારે નાસ્તામાં ફણગાવેલા કઠોળ ખાવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા અને તાજગી જળવાઈ રહે છે.

તે બ્લડ સુગર લેવલને સ્પાઇક થવા દેતું નથી, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉત્તમ છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે