હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે

જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે

જંક ફૂડ ટાળો અને ઘરે બનાવેલો સંતુલિત તથા પૌષ્ટિક ખોરાક ખાવાની આદત રાખો

આહારમાં આખા અનાજ, ફળો, શાકભાજી, માછલી અને ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો

મીઠું, સોફ્ટ ડ્રિન્ક્સ અને વધુ ખાંડવાળા પીણાંનું સેવન મર્યાદિત રાખો

દરરોજ 30થી 60 મિનિટ સુધી નિયમિત કસરત કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખી શકાય

વધારાનું વજન ઘટાડવું અને તણાવથી દૂર રહેવું પણ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક

ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવાથી હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ ઘટી શકે

સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરાવવાથી તેની સ્થિતિ પર નજર રાખી શકાય

જીવનશૈલીમાં ફેરફાર છતાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન આવે તો ડૉક્ટરની સલાહ લો