રસોડામાં રહેલી ફટકડી શરીરને અનેક સમસ્યા માટે ફાયદાકારક છે

જો મોઢામાં ચાંદા પડ્યા હોય, તો ફટકડીના પાણીના કોગળા કરવાથી જલ્દી રાહત મળે છે

જો પાણી ડોળું કે ગંદુ હોય, તો તેમાં ફટકડીનો ટુકડો થોડીવાર ફેરવવાથી બધો કચરો નીચે બેસી જાય છે

ફટકડીના પાવડરને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી પેઢા મજબૂત બને છે અને દુર્ગંધ દૂર થાય છે

ફટકડીને તવા પર ગરમ કરી તેનો પાવડર બનાવી લો. તેમાં નાળિયેર તેલ મિક્સ કરીને ફાટેલી એડી પર લગાવવાથી પગ મુલાયમ થઈ જશે.

ફટકડીના ટુકડાને પાણીમાં પલાળી ચહેરા પર હળવા હાથે ઘસવાથી કરચલીઓ ઓછી થાય છે.

જો ક્યાંક વાગ્યું હોય અને લોહી નીકળતું હોય, તો ત્યાં ફટકડીનો પાવડર લગાવવાથી લોહી વહેતું તરત બંધ થઈ જાય છે

નહાવાના પાણીમાં થોડી ફટકડી નાખીને નહાવાથી પરસેવાની દુર્ગંધ આવતી બંધ થાય છે

દાઢી કર્યા પછી ચહેરા પર ફટકડી ઘસવાથી ચહેરો મુલાયમ રહે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે