શિયાળામાં મેથીના શાકના અદભૂત ફાયદા

Published by: gujarati.abplive.com

મેથીમાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, મેંગનીઝ, વિટામિન A અને વિટામિન C જેવા અનેક પોષક તત્ત્વો હોય છે

આ પોષક તત્ત્વો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે

મેથીમાં રહેલા કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે

ખાસ કરીને શિયાળામાં જોડાનો દુખાવો અને નબળાઈ દૂર કરવામાં તે ફાયદાકારક છે

મેથીના પાનમાં રહેલો ફાઇબર પાચન સુધારે છે

મેથીના શાક ખાવાથી કબજિયાત દૂર થાય છે અને રક્તમાં શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે

મેથીના શાકથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે

મેથી મેટાબોલિઝમ વધારી ભૂખને નિયંત્રિત કરે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.