દહીં સ્વાસ્થ્ય માટે વરદાન છે, પણ આયુર્વેદ મુજબ તેને કેટલીક વસ્તુઓ સાથે ખાવું 'ઝેર' સમાન છે.



માછલી અને દહીં: આ બંનેની તાસીર વિપરીત (ગરમ-ઠંડી) હોવાથી તે શરીરમાં ઝેર બનાવે છે અને ચામડીના રોગ નોંતરે છે.



ડુંગળી અને દહીં: આ મિશ્રણથી ગેસ, અપચો અને પેટમાં સોજા જેવી પાચનની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.



ગરમ ભોજન અને દહીં: ચા-કોફી કે ગરમ ખોરાક સાથે દહીં ખાવાથી પાચનતંત્ર નબળું પડે છે અને દહીંના ફાયદાકારક બેક્ટેરિયા મરી જાય છે.



અડદની દાળ અને દહીં: આ બંને ભારે હોવાથી શરીરમાં કફ વધારે છે, જે શ્વાસની તકલીફ અને શરીરમાં ભારેપણું લાવે છે.



ખાટા ફળો અને દહીં: લીંબુ જેવા ખાટા ફળો સાથે દહીં ખાવાથી શરીરમાં એસિડ વધે છે અને ફૂડ પોઈઝનિંગનું જોખમ રહે છે.



આ વિરુદ્ધ આહાર શરીરમાં ઝેરી તત્વો (ટોક્સિન્સ) જમા કરે છે, જે લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે.



આયુર્વેદનો સિદ્ધાંત એ છે કે વિપરીત ગુણધર્મો અને તાસીરવાળી વસ્તુઓ ક્યારેય સાથે ન ખાવી જોઈએ.



દહીંના સંપૂર્ણ લાભ મેળવવા માટે તેને હંમેશા સાદી રીતે અથવા યોગ્ય વસ્તુઓ સાથે જ ખાવું.



નોંધ: કોઈપણ ઘરેલુ ઉપચાર કે આહારમાં ફેરફાર કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ અવશ્ય લો.