શું તમે જાણો છો કે રોજ એક કેળું ખાવાથી તમે બીમારીઓથી દૂર રહો છો

કેળા ખાવાથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર કેળા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કેળાને પેટ માટે અમૃત ફળ કહેવું ખોટું નહીં હોય. બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને કેળાનો સ્વાદ ગમે છે.

નિષ્ણાંતોના મતે દરરોજ એક કેળું ખાવાથી શરીરને 105 કેલરી, 88.4 ગ્રામ પાણી, 1.29 ગ્રામ પ્રોટીન, 26.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 14.4 ગ્રામ સુગર, 3.07 ગ્રામ ફાઇબર અને 0.39 ગ્રામ ચરબી મળે છે.

કેળા પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C થી ભરપૂર હોય છે. કેળા એક એવું ફળ છે જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.

ઘણા અભ્યાસો દર્શાવે છે કે કાચા કેળામાં અલ્સર વિરોધી ગુણધર્મો હોય છે.

દરરોજ કેળા ખાવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે જરૂરી મિનરલ્સ છે

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો