પોષક તત્વોથી ભરપૂર બીટનો જ્યુસ સ્વાસ્થ્ય માટે વરદાન હોવા છતાં તે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા ફોલેટ, પોટેશિયમ અને વિટામિન-સી ભલે ગુણકારી હોય, પરંતુ અમુક સમસ્યાઓમાં તે મુશ્કેલી વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

કિડની સ્ટોન (પથરી) ની સમસ્યા ધરાવતા દર્દીઓએ ભૂલથી પણ બીટનો જ્યુસ પીવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

બીટમાં 'ઓક્સલેટ' નામનું તત્વ મોટી માત્રામાં હોય છે, જે પથરીની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

Published by: gujarati.abplive.com

જે લોકોનું બ્લડ પ્રેશર હંમેશા લો (ઓછું) રહેતું હોય, તેમના માટે બીટનો રસ ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બીટ કુદરતી રીતે બીપી ઘટાડતું હોવાથી તે હાઈ બીપીના દર્દીઓ માટે સારું છે, પણ લો બીપીના દર્દીઓ માટે નહીં.

Published by: gujarati.abplive.com

નબળી પાચન શક્તિ ધરાવતા અને વારંવાર પેટમાં ગરબડ રહેતી હોય તેવા લોકોએ આ જ્યુસથી દૂર રહેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

નબળું પાચન ધરાવતા લોકોને બીટના જ્યુસથી પેટમાં ગેસ અથવા પેટ ફૂલવા (બ્લોટિંગ) ની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

એલર્જીની તકલીફવાળા લોકોને બીટનો રસ પીવાથી શરીર પર ખંજવાળ, ચામડી લાલ થવી કે ઉલટી-ઉબકા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આ એક સામાન્ય માહિતી છે, ડાયેટમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા હંમેશા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com