ડ્રાય ફ્રૂટ્સ એ હેલ્ધી ડાયટનો મહત્વનો ભાગ છે, પરંતુ પ્રોસેસિંગને કારણે આ દિવસોમાં હેલ્ધી ફૂડની ગુણવત્તા ઓછી કરી દીધી છે.



એવામાં સૌથી ઓછા પ્રોસેસ્ડ ડ્રાય ફ્રુટ જે નેચરલ સુગરથી ભરપૂર હોય છે તે ખજૂર છે.



ખજૂર નાસ્તાનો ઉત્તમ વિકલ્પ છે, જે સવારે અને સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે.



જ્યારે નબળાઇનો અનુભવ થાય છે ત્યારે તે ઇન્સ્ટન્ટ એનર્જી માટે પણ ખવાય છે.



ખજૂરનો ગ્લૂસેમિક ઇન્ડેક્સ લગભગ 40 હોય છે જ્યારે રિફાઇન્ડ સુગરનો 64 આસપાસ છે.



આ રીતે ખજૂરનો ગ્લાઇકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક હેલ્ધી ઓપ્શન છે.



ખજૂરમાં આયર્ન હોય છે, જે વાળના ફોલિકલને પોષણ આપે છે, વાળના ગ્રોથને વધારે છે અને વાળને મજબૂત બનાવે છે.



ફાઈબરથી ભરપૂર ખજૂર પાચનમાં સુધારો કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



ખજૂરમાં પોલી ફેનોલ, ફ્લેવોનોઈડ્સ, પ્રોસાઇનિડીન્સ અને સાઇનેપિક એસિડ જેવા ઉત્તમ એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ઘણા પ્રકારના રોગોને અટકાવે છે.



ખજૂર ઓક્સીટોસિન રીસેપ્ટરને અસર કરે છે, જેનાથી સ્નાયુઓ ઓક્સીટોસિનને વધુ સારી રીતે પ્રતિસાદ આપી શકે છે. આ લેબરના પ્રથમ સ્ટેજ અવધિને ટૂંકી કરવામાં સક્ષમ છે, જેનાથી ઝડપી ડિલિવરી થઇ શકે



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો