આમ તો ખજૂર ખાવાનો કોઈ ચોક્કસ નિયમ નથી, તમે તેને દિવસમાં ગમે ત્યારે ખાઈ શકો છો.

Published by: gujarati.abplive.com

તેને સવારે ખાલી પેટે, બપોરે જમ્યા પછી સ્વીટ તરીકે કે રાત્રે સૂતા પહેલા પણ લઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ખજૂર ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે ઉઠીને તરત 'ખાલી પેટે' છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી શરીરને 'ઇન્સ્ટન્ટ એનર્જી' મળે છે અને આખો દિવસ થાક નથી લાગતો.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ફાઈબર અને નેચરલ સુગર પાચનતંત્ર સુધારીને લાંબા સમય સુધી તમને ઉર્જાવાન રાખે છે.

Published by: gujarati.abplive.com

જે લોકો વજન વધારવા (Weight Gain) માંગે છે, તેમણે રાત્રે સૂતા પહેલા ઘી સાથે ખજૂર ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

શારીરિક નબળાઈ અને થાક દૂર કરી સ્ટેમિના વધારવા માટે ખજૂરને દૂધમાં ઉકાળીને પીવી શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

રોજિંદા ડાયેટમાં ખજૂરને સ્મૂધી કે મિલ્કશેકમાં ઉમેરીને પીવાથી તેનો સ્વાદ અને પોષણ બંને વધે છે.

Published by: gujarati.abplive.com

ખજૂરમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સ સાંધાના દુખાવા મટાડી હાડકાંને અંદરથી મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત યોગ્ય માત્રામાં ખજૂર ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચા એકદમ કોમળ અને ગ્લોઈંગ બને છે.

Published by: gujarati.abplive.com