આજકાલ દેશમાં લોકો યુરિક એસિડનો શિકાર બની રહ્યા છે.



વાસ્તવમાં શરીરમાં પ્યુરિનના તૂટવાના કારણે યુરિક એસિડ બને છે.



તે લોહીની મદદથી કિડની સુધી પહોંચે છે. જોકે, યુરિક એસિડ શરીરમાંથી પેશાબ મારફતે બહાર નીકળી જાય છે.



પરંતુ જ્યારે તે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળતું નથી ત્યારે આપણા શરીરમાં તેનું પ્રમાણ વધવા લાગે છે.



જેના કારણે શરીરના સાંધામાં દુખાવો થાય છે અને ઉઠવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.



યુરિક એસિડને કારણે હૃદય રોગ, હાઇપરટેન્શન, કિડનીમાં પથરી અને સંધિવા જેવા રોગો પણ થઈ શકે છે.



તેને નિયંત્રિત કરવા માટે તમે કારેલાના રસનું સેવન કરી શકો છો.



કારેલામાં એવા તત્વો હોય છે જે યુરિક એસિડ તેમજ ડાયાબિટીસને નિયંત્રિત કરે છે.



એક ગ્લાસ કારેલાના રસમાં યુરિક એસિડને કુદરતી રીતે ઘટાડવાના અદભૂત ગુણો છે



કારેલામાં કેલ્શિયમ, બીટા-કેરોટીન અને પોટેશિયમ, વિટામિન સી સારી માત્રામાં હોય છે.



ડાયાબિટીસમાં પણ કારેલા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



તમે દરરોજ સવારે ખાલી પેટે અડધો કપ કારેલાનો રસ પી શકો છો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો