દાળ આપણા માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. બીમારી દરમિયાન પણ તેને ખાવાની ભલામણ કરવામાં આવે છે.



જો તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય તો તેને હળવાશથી ન લો.



આપણું શરીર પોતાની જાતે વિટામિન B12 બનાવી શકતું નથી, તેથી તેને ફૂડ્સથી ભરપાઈ કરવી પડે છે.



ઘણીવાર લોકો આ ઉણપને પૂર્ણ કરવા માટે સપ્લીમેન્ટ્સનો આશરો લે છે



મગની દાળ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.



પ્રોટીન, ફાઇબર અને મિનરલ્સની સાથે તેમાં વિટામિન B12 પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.



વિટામિન B12 આપણા DNA બનાવવામાં અને કોષોને ઉર્જા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.



તેની ઉણપ થાક, નબળાઈ, એનિમિયા અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.



જો તમે દરરોજ યોગ્ય રીતે મગની દાળ ખાવ છો તો વિટામિન B12ની ઉણપ દૂર થશે



રાત્રે સૂતા પહેલા એક કપ મગની દાળને સારી રીતે ધોઈને પાણીમાં પલાળી દો.



સવારે તેનું પાણી પીવો અને દાળમાં ડુંગળી, લીંબુ, ટામેટા ઉમેરીને સલાડની જેમ ખાઓ.



કુદરતી રીતે વિટામિન બી12ની ઉણપને દૂર કરવા માંગતા હોવ તો તમારા ડાયટમાં મગની દાળનો ચોક્કસ સમાવેશ કરો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો