ભારતમાં વિટામિન B12 ની ઉણપ એક સામાન્ય સમસ્યા છે, જે નબળાઈ અને થાકનું કારણ બને છે.



આ વિટામિન લોહીના લાલ રક્તકણો બનાવવા અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે અત્યંત જરૂરી છે.



B12 ની ઉણપના લક્ષણોમાં રાહત મેળવવા માટે કેટલાક ખાસ જ્યુસનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.



બીટરૂટનો રસ: આ જ્યુસ B12 ની ઉણપથી થતી લોહીની કમીને દૂર કરવામાં મદદ કરે છે.



તેમાં રહેલું ફોલેટ અને આયર્ન લાલ રક્તકણોના નિર્માણને પ્રોત્સાહન આપી શરીરને શક્તિ આપે છે.



દાડમનો રસ: દાડમનો રસ પણ વિટામિન B કોમ્પ્લેક્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે.



તે શરીરમાં ઉર્જાનું સ્તર વધારવામાં અને વિટામિન B12 ના કાર્યને સપોર્ટ કરવામાં મદદ કરે છે.



શ્રેષ્ઠ પરિણામ માટે, આ જ્યુસનું સેવન સવારે નાસ્તા સાથે કરવું હિતાવહ છે.



જોકે, એ યાદ રાખવું જરૂરી છે કે વિટામિન B12 ના મુખ્ય સ્ત્રોત દૂધ, દહીં અને ઈંડા જેવા પદાર્થો છે.



ગંભીર ઉણપના કિસ્સામાં, આહારમાં ફેરફારની સાથે ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી પણ જરૂરી છે.