ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આજે ઘણા લોકો ડાયાબિટીસ અને બીપીથી પરેશાન છે

Published by: gujarati.abplive.com

આ બીમારીઓથી બચવા સારુ ખાનપાન જરુરી છે

Published by: gujarati.abplive.com

એવામાં કેટલીક દાળ તમને ઉપયોગી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે બીન્સ અને દાળ બીપી માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

મગની દાળ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે.તે લોહીની નસોને આરામ આપે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

અડદની દાળમાં ફાઈબર અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

મસૂરની દાળ પોષક તત્વોનો ખજાનો છે. તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને હાઈ બીપીને કંટ્રોલ કરવામાં અસરકારક સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

ચણામાં પ્રોટીન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે અને બીપી પણ કાબૂમાં રહે છે.

Published by: gujarati.abplive.com

તુવેરની દાળમાં પણ પોટેશિયમ સારી માત્રામાં હોય છે. તે સોડિયમની અસરને ઓછી કરે છે, જે બ્લડ પ્રેશર વધવા માટે મુખ્ય જવાબદાર છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com