ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં અસંખ્ય મિનરલ્સ અને વિટામિન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
ઈંડા બે પ્રકારના હોય છે સફેદ ઈંડા અને બ્રાઉન ઈંડા.
લોકો ઘણીવાર માને છે કે બ્રાઉન ઈંડા સફેદ ઈંડા કરતાં વધુ પૌષ્ટિક હોય છે.
પરંતુ શું આ સાચું છે? શું ઈંડાના શેલનો રંગ તેના પોષણ મૂલ્યને અસર કરે છે?
ઈંડાનો રંગ તેના પોષણ મૂલ્યને અસર કરતું નથી, પરંતુ મરઘીની જાતિને અસર કરે છે.
તેથી લોકપ્રિય માન્યતાથી વિપરીત સફેદ અને બ્રાઉન ઈંડાના પોષણ મૂલ્યમાં કોઈ ખાસ તફાવત નથી.
બંનેમાં લગભગ સમાન માત્રામાં પ્રોટીન, વિટામિન (A, B12, D), મિનરલ્સ (આયર્ન, સેલેનિયમ) હોય છે.
જોકે બ્રાઉન ઈંડામાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ થોડું વધારે હોઈ શકે છે,
કેટલાક લોકો માને છે કે બ્રાઉન રંગના ઈંડા સફેદ ઈંડા કરતાં વધુ સારા હોય છે, પરંતુ વાસ્તવમાં ઈંડાનો સ્વાદ મરઘીના ખોરાક અને રહેવાની સ્થિતિ પર આધાર રાખે છે,
જો મરઘીને કુદરતી અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે તો ઈંડાનો સ્વાદ અને પોષણ મૂલ્ય વધુ સારું રહેશે.
બંને પ્રકારના ઈંડામાં સમાન પોષક તત્વો હોવાથી તમે ગમે તે પ્રકારનું ઈંડા પસંદ કરી શકો છો.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો